OTR રજીસ્ટ્રેશન કેમ કરવું અને કેમ જરૂરી છે? જાણો NSP Scholarship માટે સંપૂર્ણ માહિતી
NSP માં OTR (One-Time Registration) શું છે?
OTR એટલે One-Time Registration – National Scholarship Portal પર 2025થી નવી વ્યવસ્થા. હવે દરેક વિદ્યાર્થીએ પોતાની ઓળખ એકવાર e-KYC અને Face Authentication દ્વારા કરાવી OTR નંબર મેળવો પડશે.
📸 NSP OTR પ્રોસેસ સ્ક્રીનશોટ:
OTR કેવી રીતે મેળવશો?
- NSP પોર્ટલ પર "Apply for OTR" પસંદ કરો.
- મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા વેરીફાય કરો.
- Aadhaar/EID આધારિત e-KYC કરો.
- SMS દ્વારા Reference Number મેળવો.
- NSP OTR App દ્વારા Face Authentication કરો.
- તમારો 14-અંકનો OTR ID SMS દ્વારા મળશે.
OTR મેળવવાથી શું ફાયદા?
- દરેક સ્કોલરશીપ માટે અલગથી રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે.
- માહિતી એન્ટ્રીનો સમય બચે છે.
- Scholarship એપ્લિકેશનની પ્રક્રિયા વધુ પારદર્શક બને છે.
- Login માટે OTR ID નો જ ઉપયોગ થશે.
OTR પ્રક્રિયા ટેબલ સ્વરૂપે
| પગલું | વર્ણન |
|---|---|
| 1 | Apply for OTR |
| 2 | મોબાઇલ + OTP + Captcha |
| 3 | e-KYC → Reference Number મેળવવો |
| 4 | Face Authentication (OTR App) |
| 5 | OTR ID SMS દ્વારા મેળવો |
📱 Face Authentication માટે ખાસ સૂચનાઓ
જે વિદ્યાર્થીઓએ OTP આધારિત eKYC પૂરું કર્યું છે પણ Face Authentication હજુ નથી કર્યું – તેમને NSP દ્વારા Reference Number આપવામાં આવ્યો છે.
હવે નીચેના સ્ટેપ અનુસરીને તેઓ પોતાનું OTR નંબર મેળવી શકે છે:
- તમારા મોબાઇલમાં AadhaarFaceRD service ઇન્સ્ટોલ કરો.
- Google Play Store પરથી NSP OTR App ડાઉનલોડ કરો.
- એપ ખોલ્યા પછી "eKYC with FaceAuth" વિકલ્પ પસંદ કરો.
- તમારું Reference Number દાખલ કરો → "Send OTP" ક્લિક કરો.
- મોબાઇલ પર આવેલ OTP અને Captcha દાખલ કરો → "Next" ક્લિક કરો.
- પછી "Proceed for Face Authentication" વિકલ્પ પર ક્લિક કરો.
- તમારું ચહેરું કેમેરા સામે લાવી Face RD દ્વારા માન્ય કરો.
- સફળ Face Authentication પછી તમારું OTR નંબર autogenerated થઈ જશે અને મોબાઇલ પર SMSથી મળશે.
નોંધ: જે વિદ્યાર્થીઓએ Aadhaar Enrollment ID (EID) વડે અરજી કરી છે તેઓએ "Get your OTR" વિકલ્પથી OTR માટે અરજી કરવી પડશે.