ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ક્યારે આવશે? અરજીનું સ્ટેટસ અને તેના અંગેની સંપૂર્ણ માહિતી મેળવો!
આખરે, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ક્યારે આવશે? - તમારા એપ્લિકેશન સ્ટેટસનો સંપૂર્ણ અર્થ સમજો!
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો!
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ ભર્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, "સ્કોલરશિપ ક્યારે જમા થશે?"
ચિંતા ન કરો! તમારી સ્કોલરશિપની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય તે પહેલાં, તમારી અરજી અમુક ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થાય છે. દરેક સ્ટેટસનો એક ખાસ અર્થ હોય છે. આ બ્લોગ પોસ્ટમાં, અમે આ તમામ સ્ટેટસનો અર્થ વિસ્તારથી સમજાવીશું, જેના પરથી તમે જાણી શકશો કે તમારી સ્કોલરશિપ ક્યારે આવવાની સંભાવના છે.
સ્કોલરશિપ અરજીના મુખ્ય સ્ટેટસનો અર્થ
તમે જ્યારે પોર્ટલ પર તમારી એપ્લિકેશનનું સ્ટેટસ તપાસો છો, ત્યારે આમાંથી કોઈ એક સ્થિતિ (Status) દેખાશે:
૧. ખાલી (Blank) અથવા ડેશ (-) :
અર્થ: આનો મતલબ એ છે કે તમે વિદ્યાર્થી તરીકે તમારું ઓનલાઈન ફોર્મ ભરીને ફાઇનલ સબમિટ કરી દીધું છે.
આગળ શું થશે? તમારી શાળા કે કોલેજ દ્વારા આ ફોર્મ હજી સુધી સ્વીકારવામાં આવ્યું નથી કે ચકાસવામાં આવ્યું નથી. આ તબક્કે કોલેજ તરફથી મંજૂરી મળવાની રાહ જોવી પડે છે.
૨. Received By Principal (પ્રિન્સિપાલ દ્વારા પ્રાપ્ત) :
અર્થ: તમારી અરજી હવે તમારી શાળા અથવા કોલેજના પ્રિન્સિપાલ સુધી પહોંચી ગઈ છે અને તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે.
આગળ શું થશે? પ્રિન્સિપાલ તમારા દ્વારા અપલોડ કરેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે. જો બધું બરાબર હશે, તો તે ફોર્મને જિલ્લા કક્ષાએ આગળ મોકલશે.
૩. Application Pending at Office Level (ઓફિસ લેવલ પર અરજી બાકી) :
અર્થ: આ સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાંથી એક છે. પ્રિન્સિપાલની મંજૂરી પછી, તમારું ફોર્મ જિલ્લાની સમાજ કલ્યાણ કચેરી (Social Welfare Office) ખાતે પહોંચી ગયું છે.
આગળ શું થશે? જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા ફોર્મની ચકાસણી થવાની બાકી છે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.
૪. Query By Authority (ઓથોરિટી દ્વારા ક્વેરી) :
અર્થ: જો આ સ્ટેટસ દેખાય, તો ગભરાશો નહીં. આનો મતલબ એ છે કે જિલ્લાની ઓફિસ દ્વારા તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવી છે અને તેમાં કોઈ ભૂલ કે દસ્તાવેજોની ખામી જોવા મળી છે.
ઉદાહરણ: છેલ્લી પરીક્ષાની માર્કશીટ અપલોડ ન કરવી, આવકનો દાખલો જૂનો હોવો, અથવા નામના જોડણીમાં ભૂલ હોવી.
આગળ શું થશે? પોર્ટલ પર એડિટ બટન પર ક્લિક કરીને ક્વેરીમાં દર્શાવેલી ભૂલ સુધારો અને ફોર્મને ફરીથી ફાઇનલ સબમિટ કરો. તમારે કોલેજમાં ફરીથી ફોર્મ જમા કરાવવાની જરૂર નથી, કોલેજ તેને આપોઆપ આગળ મોકલી દેશે.
૫. Rejected / Closed / Cancelled By Citizen (નાગરિક દ્વારા રદ/બંધ/વિથડ્રો) :
અર્થ: આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે વિદ્યાર્થી પોતે જ ભૂલથી કે જાણી જોઈને અરજીને 'Withdraw' (વિથડ્રો) અથવા 'Close' (બંધ) કરી દે છે.
આગળ શું થશે? જો ભૂલથી આવું થયું હોય, તો તમારે અરજીને ફરીથી એડિટ કરીને ફાઇનલ સબમિટ કરવી પડશે.
૬. Approved By Authority (ઓથોરિટી દ્વારા મંજૂર):
અર્થ: અભિનંદન! આ છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેટસ છે. આનો મતલબ છે કે તમારી અરજી સંપૂર્ણપણે સાચી છે અને જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે.
આગળ શું થશે? હવે સ્કોલરશિપની રકમ તમારા બેંક ખાતામાં જમા થવા માટે તૈયાર છે.
સ્કોલરશિપ ક્યારે જમા થશે?
એકવાર તમારી એપ્લિકેશનનું સ્ટેટસ Approved By Authority થઈ જાય, પછી તમારી સ્કોલરશિપની રકમ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલા બેંક ખાતામાં બે થી ત્રણ મહિના ની અંદર જમા થઈ જાય છે.
ચૂકવણીની ચકાસણી (Payment Verification): જમા થયા પછી, તમે PMFS (Public Financial Management System) સ્ટેટસમાં "Verified" લખેલું જોઈ શકશો. અહીં તમને સ્કોલરશિપ જમા થયાની તારીખ, બેંકનું નામ અને ખાતાની વિગતો પણ મળી જશે .
અંતિમ સૂચના: તમામ વિદ્યાર્થી મિત્રોએ નિયમિત રીતે (દર એક કે બે અઠવાડિયે) પોર્ટલ પર પોતાનું સ્ટેટસ ચેક કરતા રહેવું જોઈએ . જો કોઈ ક્વેરી આવે તો તરત જ તેને સુધારીને ફરીથી ફાઇનલ સબમિટ કરો જેથી તમને તમારી સ્કોલરશિપ સમયસર મળી શકે.
શુભેચ્છાઓ!
લેખક: Nikunjkumar Thakor